તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 22, 2011

તારી મરજી - ચિરાગ ઠક્કર 'જય'


ચાહે તો ચુંબન દે, ચાહે તો ટટળાવ, તારી મરજી,
ચાહે તો રૂઝવી દે, ચાહે તો આપ ઘાવ, તારી મરજી.

ચાલ્યો આવીશ તારી તરફ પ્રેમપૂર્વક હરદમ,
ચાહે તો આવકાર, ચાહે તો ઠુકરાવ, તારી મરજી.

થઈ શકે કઈ રીતે નૃત્ય અને નૃત્યકાર અલગ?
ચાહે તો સમજી જા, ચાહે તો સમજાવ, તારી મરજી.

દુનિયાનો દસ્તુર છે જયપડ્યા પર પાટું મારવું,
ચાહે તો ધક્કો માર, ચાહે મને ઉઠાવ, તારી મરજી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.