કોઇ રોગ નથી છતાં ગોળી ફાક્યા કરે છે,
વિના કારણ શકની સોય તાક્યા કરે છે.
રહું ઉભો જો કોઇ તેજીલી અગનશિખા સંગ,
દૂર ઉભી-ઉભી એ પોતે દાઝ્યા કરે છે.
કરુ વાતો જો કોઇ મધુરભાષિની જોડે તો,
વારંવાર હવન માં હાડકા નાખ્યા કરે છે.
કમાઉ છું હું, અને દાઢી પણ મને જ ઉગે છે,
છતાંય એ સેવિંગનો હિસાબ રાખ્યા કરે છે.
ક્યાંક બીજે તો મોઢું મારીને નથી આવ્યોને?
મારા હોઠ એ વારંવાર ચાખ્યા કરે છે.
દિવસ આખો મને અડચણ ન થાય માટે-
માત્ર રાત્રે જ તેનો રેડિયો વાગ્યા કરે છે.
કહે છે 'શાંતિ' તો મારી ભવની શોક્ય છે,
એટલે એ આખો દિવસ બબડ્યા કરે છે.
ને છતાંય...
મને થાક ન લાગે દિવસભર કામ કરીને,
માટે મારી સાથે આખો દિવસ થાક્યા કરે છે.
ને મારો બધો જ કંટાળો દૂર કરવા માટે,
અરીસા સામે બેસીને એ સજ્યા કરે છે.
કોઇ રોગ નથી છતાં ગોળી ફાક્યા કરે છે,
વિના કારણ શકની સોય તાક્યા કરે છે.
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.