એમને ક્યાં દેશની પડી છે!
એમને તો લૂંટવા શહેર છે,
ને એય લીલા લ્હેર છે!
ઉદઘાટનોમાં ગુલતાન એ,
કરતાં હંમેશા થોડી દેર છે,
ને એય લીલા લ્હેર છે!
મારા-મારી કરીને સંસદમાં,
વરતાવતા એ કાળો કેર છે,
ને એય લીલા લ્હેર છે!
કંઇક કાવા-દાવા કરતા-કરતા,
મેળવે ખુરસી યાને ચેર છે,
ને એય લીલા લ્હેર છે!
આપી આપીને પૂરા ન કરે,
વચનના નામે આપે ઝેર છે,
ને એય લીલા લ્હેર છે!
ઇન્સાન નથી એ શેતાન છે,
માનવતા સાથે એમને વેર છે.
ને એય લીલા લ્હેર છે!
ખરેખર જો જનતા જાગે 'જય'-
તો કયા ખૂણે એમની ખેર છે?
ને એય લીલા લ્હેર છે!
[સીટી તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ૧૯૯૭ માં આયોજીત ૨૯મી 'યુવા પ્રતિભા શોધ સ્પર્ધા' માં પાદપૂર્તિ વિભાગમાં મને આ પાદપૂર્તિ બદલ તૃતીય પુરસ્કાર મળેલ. તે વખતે હું ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માં (પરાણે) અભ્યાસ કરતો હતો અને ૭ માંથી માત્ર ૨ વિષયમાં જ મને રસ પડતો - સંસ્કૃત અને અંગ્રેજી. ભગવાને મને પહેલા પ્રયત્નમાં જ ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં પાસ કરાવ્યો અને પછી તરત જ મે મારી ભૂલ સુધારવા કોલેજમાં F.Y.B.A. માં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો હતો.]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.