
વીતી ગયેલી ક્ષણોના દ્રશ્ય મોકલું છું,
આપી શકે ઉત્તર તો પ્રશ્ન મોકલું છું.
પ્રણયનો રિવાજ છે વચન અને ચુંબન,
અપૂર્ણ રિવાજના અવશેષો ભગ્ન મોકલું છું.
રિઝ્યા નહિ કવિથી આ વખતે મેઘદૂત,
કાગળ પર પ્રણયપ્રચુર કાવ્ય મોકલું છું.
માને તો માત્ર વાણી-વિલાસ છે ગઝલ,
માને તો સમગ્ર ભાવના-વિશ્વ મોકલું છું.
મુમુક્ષુઓનો મોક્ષ છે માત્ર પ્રેમ મહી 'જય'
મારા જીવનનું એકમાત્ર સત્ય મોકલું છું.
- ચિરાગ ઠક્કર 'જય'
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.