તાજેતરની પોસ્ટસ

July 12, 2010

તારણના કારણનું મારણ - ચિરાગ ઠક્કર 'જય'મુજ હ્રદયનું આકુંચન વિસ્તરણ બનીને આવજે,

પાને-પાને એક નવું પ્રકરણ બનીને આવજે.

તુજ કેશથી પણ વધુ છે જીવનની વિટંબણાઓ,
દરેક વમળમા મધુર સ્મરણ બનીને આવજે.

વિસ્મરુ છુ મુજને અહી દરરોજ પ્રણય મહી,
મુજને દર્શાવતું બેદાગ દર્પણ બનીને આવજે.

રાધાની પ્રતિક્ષાના પરાકાષ્ઠાના સમયમાં-
ઓધવજીના હાથમાં કાગળ બનીને આવજે.

તારવ્યું અંતે એ કે પ્રેમ વિના સૌ શૂન્ય,
એ તારણના કારણનું મારણ બનીને આવજે.

આવ્યા છે સૌ શોકસભામાંય બની-ઠનીને,
અંતિમ ઇચ્છા માન, તું પણ બનીને આવજે.

મુબારક હો 'જય'ને આ ચોર્યાસી લાખ ફેરા,
જન્મે-જન્મે જીવવાનું કારણ બનીને આવજે.

- ચિરાગ ઠક્કર 'જય'

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.