તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 10, 2010

પૂર્ણાંગિનીજ્યારે જ્યારે સાંભળું છું
'અર્ધાંગિની' સંબોધન,
ત્યારે ત્યારે અહેસાસ થાય છે
એક અધુરપનો;

અને તવ આગમનથી
તો મારા જીવનમાં
પ્રથમવાર
એક પૂર્ણતાની લાગણી
પ્રસરી રહી છે.

તને હું
મારી 'પૂર્ણાંગિની'
કેમ ન કહું?
-ચિરાગ ઠક્કર 'જય'