[પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય]
રંગલો—-
- કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
ધંધો આ છે કેવો બેસ્ટ ….. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
ફ્રોમ ઈસ્ટ કે ફ્રોમ વેસ્ટ …. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ….. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
એનર્જી કરવી શાને વેસ્ટ…… કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
કોનાં એગ્ઝ ને કોનો નેસ્ટ …. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
થોડી મહેનત ને ઝાઝો રેસ્ટ …. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
છપ્પનની રાખવી ચેસ્ટ…….. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
રંગલી—- એ રંગલા. તને પગે લાગું. તારું આ કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ બંધ કર. જ્યારથી તેં બ્લોગ ચાલુ કર્યો છે ત્યારથી તને કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટનું ભૂત વળગ્યું છે.
રંગલો—- એ ભૂતના કારણે તો મારો બ્લોગ જામી ગયો છે રંગલી. હજારોએ મુલાકાત લીધી. પ્રતિભાવોનો પાર નથી. તેં અને મેં સાથે બ્લોગ શરુ કર્યા હતા. આજે તું ક્યાં ને હું ક્યાં? આજે મારો બ્લોગ નંબર વન છે.
રંગલી—હવે મૂછો છે નહીં ને વળ દેવા રહેવા દે. ને આ કૉપિ પેસ્ટ ના ધંધા બંધ કર.
રંગલો— મને એજ નથી સમજાતું કે કૉપિ પેસ્ટની સગવડતાનો લાભ લોકોને આપવામાં વાંધો શો છે?
રંગલી—- જો તને સમજ પાડું. રંગલા, હું તારા માટે રસોઇ ન બનાવું અને આપણા પાડોશી નીતાબેનની રસોઇ લાવીને તારા ભાણાંમાં મૂકું એ બરાબર કહેવાય?
વધું વાંચો 'અસર' બ્લોગની આ પોસ્ટ પર.