તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 16, 2009

પર્વતને નામે પથ્થર - ચિનુ મોદી ‘ઈર્શાદ’

આ ગઝલ વાંચીને મને મારી શાળાના દિવસો યાદ આવી ગયા. આ ગઝલ અમારે ધોરણ-૧૦ માં આવતી હતી અને તે વખતે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ચલચિત્રએ ધૂમ મચાવી હતી. તેના એક ગીત 'ડોલી સજાકે રખના, મેહેંદી લગાકે રખના'ના રાગ પર અમે આ ગઝલ ઘણી વાર ગળુ ફાડી-ફાડીને ગાતા હતાં. ચિનુ મોદી ‘ઈર્શાદ’ને વંદન.

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.